Birds
નવરંગ | Indian Pitta | नवरंग
Category: Terrestrial Birds

હું નવરંગ. તમે મને જોયો જ હશે. બહુ બધી ચોપડીઓમાં મને કવર પેજ પર સ્થાન મળ્યું છે. મને તમારાથી ખાસ કોઇ ડર નથી લાગતો, સિવાય કે તમે મને હેરાન કરો. તમારી હાજરીમાં પણ હું ખોરાક માટે જમીન પર નાના-નાના જંતુઓ શોધ્યા કરું છું. અમે બંને નર-માદા ભેગા મળીને ગોળ દડા જેવું ઘર બનાવીએ છીએ. જો તમે હજુ પણ મારા શરીર પર આવેલા નવ અલગ અલગ રંગો જોયા ના હોય તો જોઈ લો! એટલે જ બધા મને નવરંગ કહે છે.
I am Navrang (Eng: Indian Pitta). You must have seen me. I have found place on cover pages of many books. I don’t fear you, unless you harass me. I look around for insects to eat even in your presence. Both of us—male and female—together make ball-shaped (spherical) nest. See nine different colours on my body, hence my Indian name Navarang (lit: nine colors in Hindi).
मैं नवरंग। आपने मुजे देखा ही होगा। काफी सारी किताबों में मुजे कवर पेज पे जगह मिली है। अगर आप मुजे परेशान न करें तो मुजे आप से कुछ डर नहीं लगता है। आपकी मौजूदगी में ही मैं खाने के लिए जमीन पर छोटे जीव जन्तु ढूँढता रहता हूँ। हम दोनों नर और मादा मिल के गोल गेंद जैसा घर बनाते हैं। आपने मेरे शरीर पे नौं अलग अलग रंगों को देखा ही होगा। इसीलिए मुजे नवरंग कहते हैं।