Prakruti Blog Nature Articles


Chaki Ben The Sparrow by PrakrutiParichay

Posted on July 01, 2018


Chaki Ben The Sparrow

શું અમદાવાદ માં ચકલી જોવા મળી શકે ? કે પછી અમદાવાદ માંથી ચકલી ગુમ થઇ ગઈ ? આવા વિચારો આવા પાછળ નું કારણ એજ છે કે બહુ દિવસો થી ચકલી જોવાજ નથી મળતી ? , આજે થયું કે ચાલો ચકલી બેન ને શોધવા નીકળું, તો ઉપડી ગયો. બહુ ઝાડ ફેદીયા બહુ જગ્યા ફરીયો પણ કોઈ જગ્યા એ અમારી ચકી એતો દર્શન ના આપ્યા. થોડીવાર વિસામો લેવા બેઠો પાણી પીતા પીતા અચાનક યાદ આવ્યું કે એવી જગ્યા એ જગ્યા એ મળી સકે તો હું એવી જગ્યા શોધવા લાગ્યા કેવી જગ્યા કહું ? કે જ્યાં બહુ ગંદકી હોય કીડા એટલે કે માંખી ના બચ્ચા કચરામાં ફરતા હોય એવી જગ્યા મળી પણ ત્યાં કોઈ ચકલી હતી જ નહિ પણ મને હતું કે જરૃર અહી આવસેજ તો રાહ જોવા લાગ્યો camera તૈયાર કરી ને. જેને પણ બનાવી હોય આ કહેવતો પણ આજે સાચી લાગવા લાગી કે “ધીરજ ના ફળ મીઠાં” ઓં ચકલી!! ના આતો ચકલો છે વાહ આખરે જોવા મળી ખરી તો મેં ફોટા ખેચીયા. થોડીવાર રાહ જોઈ તો મારી ખુસી વધવા લાગી ચકલી ની જોડી !!! એકદમ સુંદર બહુ વર્ષો પછી કોઈ છુટા પડી ગયેલા દોસ્તો મળે એ આનંદ થવા લાગ્યો, બસ જોયા જ કરું અવાજ “ચી ચી” સાંભળીય જ કરું.


થોડા ના થોડો વધુ વર્ષો પહેલા બચપણ માં અમારા ઘરની બારી ની બખોલ મજ એ માળો બનાવતી હતી, અખો દિવસ ચી ચી થયા કરે, અલગ અલગ ઝાડ ની ડાળિયો લાવ્યા કરે અને માળો બનાવે જોવામાં એકદમ સાદો જેવો માળો બને પછી અમે રાહ જોઈએ કે અંદર થી ક્યારે નાના નાના બચ્ચોના “ચી ચી” નો અવાજ આવે, ચકી બેન ઘરે ના હોય તો એ સમય એ table ઉપર જડીને માળા માં જોયે કે આ વખતે કેટલા બચ્ચા છે. અંદર જોવો તો પીળા રંગ ની ચાંચ વાડી નાની ચકી બુમો પડતી હોય તો “મને ભૂખ લાગલી મને ખાયલા દે”, જોતજોતા માં તો નાની નાની ચકી ઉડવાની શીખતી જોવા મળે, ક્યારે ચકી બેન નાના બચ્ચા ને થોડું ઉડતા આવડે એટલે તે મૂકી ને જતી રહે તો અમે બધા દોસ્તો એ બચ્ચા ને અમારી પાસે રાખતા, મારા કાકા એ મસ્ત નાનું ઘર બનાવી આપ્યું હતું એમાં રાખતા થોડા દિવસ ખવડાવીએ અને રોજ ઉડતા શીખવીએ પણ યાર આ નાના બચ્ચા ની ચાંચ હોય નાની પણ વાગે હો ! એ દિવસો હતા અને અત્યારે માળા તો દુર ની વાત જોવા માટે પણ એને શોધવી પડે છે .

એમાં બધોજ એનો વાંક છે, આપને કસુજ નથી કર્યું, એને અનુકુલન સાંધવું જોઈએ, ભલે અમે radiation ફેલાવીએ કેમ કે આ પૃથ્વી તો ખાલી અને ખાલી અમારીજ છે અમે તો અમને ગમે એ કરવાના ચકી madam તું અનુકુલન કર, ડાર્વિન એ કીધું તને લાગે યાદ નથી. તે આટલા હજારો વર્ષો થી આ પૃથ્વી પણ જે મહેનત કરી અને ટકી રહી એ અમે નથી જોવાના, ચકી તને યાદ ના હોય તો કહી દવ કે તારા નજીક ના દોસ્તો Passenger pigeon તેવો ની સંખ્યા તો ગણાય નહિ એટલી હતી એ લોકો જયારે આકાશ માંથી જતા હોય તો સુરજ ના કિરણો કલાકો હા કલાકો ના કલાકો જોવાના મળે એટલા મોટા ઝુંડ હતા પણ અમે એ લોકો ને પણ એકદમ સાફ કરી દીધા તો તારી શું હિંમત કે અમારી સામે ટકી સકે.

તુજ કે ચકી તું હોય કે ના હોય અમને તારાથી શું ફાયદો થવાનો ? બોલ તારી પાસે કોઈ ફાયદાકારક વસ્તુ અમને આપવા માટે હોય તો બોલ તારા વિશે અમે વિચારીએ, બાકી અમારો mobile tower બહુ ઓછું radiation ફેલાવે છે એવું ખોટું કહેવાના અમને તો સારો ફાયદો કરાવે છે તારી પાસે છે કશું આપવા માટે તો બોલ અમે વિચારીએ? અમારી પ્રજાતિમાં તો એવી પણ વાતો ફેલાઈ છે કે ચકલી ને મારી ને એની ચટણી બનાવી ખાવા થી યૌન શક્તિ(પુરુષ તાકાત) વધે, યાર ચકી બેન કહેતા નથી તમારી પાસે આવી શક્તિ પણ છે જોરદાર. હા હું માનું છું કે ગાંડા ના ગામ ના હોય પણ અમારી પ્રજાતિ પોતાની જાતને મને છે આહારજાળ ના રાજા.
છેલ્લે હું તો એટલુજ કહું છું સંભાળી ને રહેજે જેથી અમારા બાળકો ને પણ ચકી બેન તને જોવાનો મોકો મળે, બાકી એમને તો પ્રાણીસંગ્રહાલય કે પછી એમાં પણ જોવા ની મળે.



Can sparrows be seen in Ahmedabad? Or Did they disappeared from Ahmedabad? Reason behind such thoughts is lack of sparrow sightings. So, Today I felt "Let's go and look for some sparrows". I went to various places and browsed many trees but there was no sign of them. I was feeling a bit tired so I sat down and while i was drinking water Suddenly I remembered that I must look for a particular type of place. A Dirty place near garbage where little insects that these birdies love to eat can be found. I found a place like that but still no sparrows to be seen, But I knew that it's a perfect spot for them so I sat there waiting with my camera, anxious to finally see and click some pictures. The Old saying is true, Patience is indeed a virtue. Finally, the little birdie was there, it was a male sparrow. I clicked some pictures and after some time it made me extremely happy to see a "sparrow couple". It was beautiful almost as if I was meeting my long lost friends after years. I felt like to never leave that place and just keep watching them and listening their sweet chirping.

I remember, in my childhood days They used to make their nest in the corner of window. Where they would keep bringing little branches of different trees and keep chirping. The nest was always ordinary looking and we would always wait thinking about the little chicks that will be in there. So, When the Big birdies are not home, we would climb on a table to check in the nest. The little birdies with their little yellow beaks would make the sweetest sounds waiting to be fed. Very soon those little chicks would start trying to fly, sometimes when the little birdies have learned to fly the big birdies would leave them on their own, in those times we would look after them. My uncle even made a little house where we used to keep them and feed them and also help them learning to fly. Even those little birdies had very tiny beaks they were still quite sharp and pointy. Those were the days and nowadays? forget their nests, can't even get a glimpse of them without long struggle.

It's all their fault, we haven't done anything, they should have learned to adapt to radiations that we spread for our benefits Because this planet belongs to us and only us, we will do whatever we like my dear birdie, you better start adapting to it. You seem to have forgotten Darvin's words. We the humans will not care about thousands of years of efforts to stabilize that this planet has made. If you don't remember let me remind you about your nearest friends "Passenger pigeon", They were countless and when they flew the sky would be full of them for hours and still we managed to cleaned them out. you seem so tiny compared to them, how will you stand against us ?. We will care about you only when you have something beneficial to offer. Tell me my dear birdie why we should start caring for you.

Because spreading lies like "Network tower radiation is harmless" brings huge benefits to us, if you have something then this would be the perfect time to reveal it. Because in our species there are some who believes that killing a sparrow and consuming it as a sauce increases sexual energy, you never told me that you had such capabilities. I know the serious amount of stupidity exists and our species believes to be the ruler of the food-chain.
In the end, I would say 'take care of yourself my dear birdie', so that someday future children can have the opportunity to see your magnificence. Because at this rate they might not get to see you, not even in a zoo.

Translator: Akash Dutt


Leave a Comment: