Prakruti Blog Nature Articles


Nadabet indo-pak border Day 1 by PrakrutiParichay

Posted on January 27, 2020


Nadabet indo-pak border Day 1

ઝીલ બોલી ચલાતું નથી થાક લાગ્યો ભાવિકભાઈ, તું જો ઉદય સાહેબ, ભાનુદાદા, નિતિન ભાઈ, કિરણ ભાઈ કોઈ 64 વર્ષ ના છે તો કોઈ 72 વર્ષ ના તો પણ જોરદાર ઉત્તસાહ સાથે ચાલે છે કેમ કે એ બધા જ પ્રકૃતિ અને પંખીઓ ને બહુજ પ્રેમ કરે છે. આપના માટે આ લોકોજ પ્રેરણાનું ઝરણું છે. આવી વાત કરતા અને પ્રકૃતિ ને નિહાળતા અમે આગળ જગમાલ બેટ તરફ ચાલ્યા.

જગમાલ બેટ પર દરેક ને જવા નથી દેતા પણ Deputy Conservator of Forest અંશુમન ભાઈ ના સહયોગ થી BCSG ને વિશેષ પરવાનગી આપી હતી. ઉદયભાઈ એ કહ્યું કે બે વર્ષ પહેલા અહીં 2 લાખ પંખીઓ કલરવ હતો પણ આ વર્ષે પાણી બહુ ઓછુ થઈ ગયું છે તો પક્ષીઓ બહુજ દૂર જતા રહ્યા છે જે અમે દૂરબીન થી જોયું, જેવો હું watch tower પર ચઢિયો ગજબ નું દશ્ય. ક્ષિતિજ સુધી પાણી જ પાણી જાણે કે કોઈ દરિયો હોય અને બીજી બાજુ લીલું અને રણ નો અનુભવ કરાવતી છબી હોય તેવું લાગે.

દેશી બટાવડો(Chestnut-bellied Sandgrous) અને શાહી જુમ્મસ(Imperial Eagle) બંને ને ઉડતા જ જોવા મળ્યા એટલે બધા એ ઢળતા સૂરજ ને જોવાની મજા લીધી.
રાત્રે ભોજનમાં મારી મનપસંદ કઢી ખીચડી વાહ મજા પડી ગઈ. થોડીવાર જ થઈ હતી આડો પડીએ અને અનુરાગ ભાઈ અને જીવીશ ભાઈ નો અવાજ આવ્યો ચલ બહાર જઈએ.

અમદાવાદમાં તો રાતે ચાંદા સિવાય આકાશ માં તારા જોવા બહુજ મુશ્કેલ છે પણ અહીં ના મસ્ત અંધારામાં દરેક તારા સરસ રીતે જોઈ શકતા હતા અને અમે sky map app ની મદદ લીધી, ત્યાં થી આવી ને જોયું તો ભાનું દાદા એ ડાયરો જમાવ્યો હતો, બધા એમના સિંહ અને દીપડા સાથેના કિસ્સા સાંભળી બહુજ ખુશ હતા તેમાં ઉદય ભાઈ પણ જોડાયા અને ડાયરા ના જોશ માં વધારો થઈ ગયો.

સુવા જાય તે પહેલાં ઝીલ બોલી ભાવિક ભાઈ કાલે પંખીઓ જોવા મળશે ને મે કહ્યુ મને તો નવી જગ્યા જોવા મળે એટલે બહુ છે બાકી પંખીઓ જાતેજ જોવા જરૂર મળી જશે અને રૂમ માં જઈ આવતી કાલ ની નવી નવી જગ્યા જવાનું તે વિચારતો વિચારો ક્યારે ઉંઘ સરી ગયો.


Leave a Comment: