Prakruti Blog Nature Articles
ઉત્તરાયણ માં ઝાડ ઉપર થી દોરી ઉતરતા પ્રકૃતિ પરિચય ના સભ્યો by PrakrutiParichay
Posted on January 16, 2020
ઉત્તરાયણમાં પક્ષીઓ દોરીના શિકાર બને તે પહેલાં જ શું આપણે દોરી ન ઉતારી શકીએ? આ એક જ વિચાર સાથે અમે અલગ અલગ બગીચામાં જઈ ઝાડ પર જે દોરી હોય એ ઉતરીએ કે પછી બે ઝાડ વચ્ચે ની દોરી કાપીએ જેથી પંખી ને વાગે નહિ.
આજે આટલી જગ્યા અને આસપાસના ઝાડ દોરી વગરના કર્યા Hajipura Garden, Usmanpura Garden, Gandhi Ashram પણ આ વખતે બહુજ ઓછી દોરી જોવા મળી. બીજા લોકો પણ આવા વિચાર સાથે ગાંધી આશ્રમને દોરી મુક્ત કરવા મદદ કરી હતી.
છેલ્લા વર્ષની સરખામણીમાં આ વર્ષે બહુજ ઓછી માત્રામાં પ્લાસ્ટિકની દોરી જોવા મળી જે બદલ અમદાવાદી ને હું આભાર વ્યક્ત કરું છું અને એમાં થોડું ઉમેરવા માંગુ છું કે આમજ તમેજ જાતે લેવાનુ બંધ કરશો તોજ જલ્દી બંધ થશે. મને તમારા પર ભરોસો છે જેમ તમે આ વર્ષે પહેલીવાર એક પણ મૂર્તિ નદીમાં નથી પધરાવી અને માટી ની મૂર્તિ તરફ ગયા છો, આ વખતે આંગળીના વેઢે ગણી શકીએ એટલીજ ચાઈનીઝ તુક્કલ જોવા મળી બસ આજ રીતે પ્લાસ્ટિક ની દોરી ને પણ જાકારો આપીદો તો હવે એ લુપ્ત થઈ જાય જો તમને કારણો ના ખબર હોય તો હું કહી શકું છું સાદી દોરી થોડા મહિના પછી જાતેજ તૂટી જાય છે જ્યારે આ તો વર્ષો વર્ષ ત્યાં ટકી રહી શકે છે.
જો કોઈ પંખીના સાદી દોરી માં અમુક ભાગ ફસાય તો તે જાતે તોડી ને બચી સકે છે જ્યારે આને તોડવી બહુજ મુશ્કેલ છે તો દોસ્તો ફરી એક વાર વિચાર કરો.