Prakruti Blog Nature Articles


Tree basic introduction by PrakrutiParichay

Posted on April 26, 2020


Tree basic introduction

આજે પંખીઓ ને શોધતો હતો પણ ખાલી પંખી અવાજ જ આવતા હતા દેખાતા નહતા તો થયું આજે નજર ઝાડ તરફ કરું અને જોવું કે મારા ઘર ની આસપાસ કેટલા પ્રકાર ના ઝાડ છે.

૧) કડવો લીમડો (Neem Tree) જે એકદમ સામે જ છે હાલ તો ત્યાં
લીંબોળી આવી છે પછી ત્યાં બહુ બધા અલગ અલગ પંખીઓ આવશે. હાલ ત્યાં એક કાગડો રહે છે. તેના પાન કરવત જેવા દેખાય.

૨) સપ્તપર્ણી(Blackboard Tree) એક સાથે ૫ થી 9 પર્ણ દેખાય એજ તેની ઓળખ છે. દેખાવ માં બહુજ સુંદર લાગે છે. દરજીડો રોજ ત્યાં જીવડાં શોધતો હોય છે

૩) કણજી ( Indian Beech Tree) તેના પાન પર સફેદ ટપકાં જોઈ શકાય, ઝાડ ની થડ થોડું સીધું નાં હોય, બહુ બહુ જીવજંતુ એને પાન પર ઇંડા મુકે, તે ખાવા પંખીઓ ફરતા હોય.

૪) પીપળો(Sacred fig) તેના પાન જોઈને શાહરૂખ ખાન ની મોહબ્બતેં યાદ આવી જાય બસ એજ મોટા દિલ જેવા પર્ણ. ઝાડ પણ ખાસુ ઊંચું, વૈરૂ (Rosy startling) ની મનપસંદ જગ્યા ત્યાં બધા ભેગા થાય.

૫) આસોપાલવ (Ashoka Tree) શુભ પ્રસંગે આપણાં ઘર માં તોરણ બને એજ ઝાડ, તેની પર જ્યારે ફળ આવે બહુ બધાં સુડા આવી જાય અને ખિસકોલી ને જલસા પડી જાય.

હાલ પાચ જ રાખું તો બધા ને જલ્દી યાદ રહી જાય.
આપની અગાસી કે ઘર માંથી પણ ઝાડ તો સહેલી રીતે દેખાઈ જાય તો આપને પહેલા ઓળખીએ પછી આગળ વધીએ.


Leave a Comment: